loader

Breaking News


Home > Bollywood > અક્ષય આગામી ફિલ્મમાં કૃતિ સેનન સાથે જોડી જમાવશે.


Foto

અક્ષય આગામી ફિલ્મમાં કૃતિ સેનન સાથે જોડી જમાવશે.

March 21, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:સાજીદ નડિયાદવાલા હાઉસફુલ-૪ની તૈયારી કરી રહ્યો છે.આ એક કોમીડી ફિલ્મ હશે, તેમાં અક્ષય કુમાર ભૂમિકા ભજવશે.અક્ષય સાથે સૌ પ્રથમવાર કૃતિ સેનન રૂપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળશે.જો આમ થશે તો કૃતિની સાજીદ નડિયાદવાલા સાથે બીજી ફિલ્મ હશે.કૃતિએ પોતાની કારકિદીની શરૂઆત સાજીદ સાથે જ હિરોપંથી ફિલ્મથી કરી હતી.ત્યારે હવે જો હાઉસફુલ-૪માં જોવા મળશે તો સાજીદ સાથેની બીજી ફિલ્મ બનશે,જયારે અક્ષય સાથે પ્રથમ ફિલ્મ હશે,તેમ સુત્રે જણાવ્યું હતું.

કૃતિ અને સુશાંત વચ્ચે રોમાન્સની બહુ ચર્ચા જાગી હતી.આજ કારણે સુશાંત અને અંકિતાના સંબંધોમાં તિરાડો પડતાં તેઓ છુટા પડ્યાં હોવાની ચર્ચા હતી.