loader

Breaking News


Home > Bollywood > ચાલબાજની રીમેકમાં આલીયા ભટ્ટ કામ કરવા સહમત


Foto

ચાલબાજની રીમેકમાં આલીયા ભટ્ટ કામ કરવા સહમત

Oct. 27, 2018, 10:42 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આશરે ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રીમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. જેમા તે શ્રીદેવી દ્વારા ભજવવામાં આવેલા પાત્ર પર અભીનય કરશે.



ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીનાં રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરતી જોવા મળશે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા દુબઇમાં તેના એકાએક મોત પહેલા અભિનેત્રી શ્રીદેવીએ પણ હાલમાં વ્યક્ત કરી હતી. શ્રીદેવીએ પણ આલિયા ભટ્ટની જ વાત કરી હતી. રજનિકાંતનાં રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરનાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે. અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં સન્ની દેઓલનાં રોલમાં કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવી શકે છે. રામ અને શ્યામની રીમેક પર ચાલબાજ બનાવવામા આવી હતી.