loader

Breaking News


Home > Gujarat > અખિલ ભારતીય ક્ષત્રિય ગોળમેજી પરિષદ 7 જુલાઈએ ગુજરાતમાં યોજાશે


Foto

અખિલ ભારતીય ક્ષત્રિય ગોળમેજી પરિષદ 7 જુલાઈએ ગુજરાતમાં યોજાશે

June 13, 2018, 5:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ જણાવ્યું હતું કે જુનના અંતિમ અઠવાડિયામાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ક્ષત્રિય ગોલમેજ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી, રાષ્ટ્રીય સંયોજક કેપ્ટન વિક્રમસિંહ, ક્ષત્રિય મહાસભાના કુંવર અજયસિંહ વગેરે હાજર રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું ગાંધીનગરમાં આયોજિત ગોળમેજી પરિષદમાં ગુજરાત રાજ્યના સેંકડો ક્ષત્રિય સંગઠનોને આમન્ત્રણ આપવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે દેશમાં આરક્ષણના મુદ્દા પર સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવશે તેમજ સપ્ટેમ્બર મહીનામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય ક્ષત્રિય સંસદનું ગઠન કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાંથી 100 થી પણ વધુ ક્ષત્રિય પ્રતિનિધિઓ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય ક્ષત્રિય સંસદમાં ભાગ લેશે. વધુમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત સંયોજક પ્રવિણસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્ષત્રિય સંસદ ભારતના અલગ અલગ ક્ષત્રિય- રાજપૂત સંગઠનોને એકમંચ પર લાવવાનું કામ કરશે.