loader

Breaking News


Home > National > 18 જુલાઈથી શરુ થશે સંસદનું મોન્સૂન સત્ર, ટ્રિપલ તલાક સહીત આ ત્રણ બીલો પર સૌની નજર


Foto

18 જુલાઈથી શરુ થશે સંસદનું મોન્સૂન સત્ર, ટ્રિપલ તલાક સહીત આ ત્રણ બીલો પર સૌની નજર

June 25, 2018, 3:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અનંત કુમારે સોમવારે જાણકારી આપી હતી કે સંસદનું મોન્સુન સત્ર આવતા મહિનાની ૧૮ મી તારીખે શરુ થઈને ૧૦ ઓગષ્ટ સુધી ચાલશે. આજે સંસદ ભવનમાં કેબિનેટ કમિટી ઓન પાર્લિયામેન્ટ્રી અફેયર્સની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ઉપરાંત રામવિલાસ પાસવાન અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા હતા.

જણાવી બજેટ સત્ર વિપક્ષનાં હંગામાને કારણે ધોવાઇ ગયું હતું જેને કારણે ઘણા મહત્વપૂર્ણ બીલ પાસ નહોતા થયા. બજેટ સત્રમાં પેટ્રોલ - ડીઝલની કિંમતો, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો સહીત અન્ય ઘણા મુદ્દાઓ લઈને વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. આ સત્રમાં ત્રણ મહત્વના બીલો પર સૌની નજર છે. જેમાં ઓબીસી સમુદાય માટે રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપવાનું બિલ, ટ્રિપલ તલાક બિલ અને ટ્રાંસજેન્ડર બિલનો સમાવેશ થાય છે.