loader

Breaking News


Home > National > યુપીમાં મહિલા સાથે કરાયુ સામૂહિક દુષ્કર્મ, મોદી પ્રદેશમાં આપતા રહ્યા અચ્છે દિનનાં વાયદા


Foto

યુપીમાં મહિલા સાથે કરાયુ સામૂહિક દુષ્કર્મ, મોદી પ્રદેશમાં આપતા રહ્યા અચ્છે દિનનાં વાયદા

July 16, 2018, 12:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનઉ : દેશમાં બળાત્કારનાં કિસ્સાઓમાં દિન પ્રતિ દિન વધારો આવી રહ્યો છે. ત્યારે હવે યુપીનાં સંભલ વિસ્તારમાં રહેતી 35 વર્ષની એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર કરી તેના ઘરની નજીકનાં મંદિરનાં હવનકૂંડમાં જીવતી સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ આ ઘટના બની તે સમયે વડાપ્રધાન મોદી યુપીમાં મહિલાઓની સુરક્ષા અને વિકાસની વાતો કરી રહ્યા હતા.



યુપીમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને વિકાસ પર જોર આપ્યુ હતુ. બીજી તરફ એક મહિલાને પોતાના જ ઘરની નજીક અમૂક અસામાજીક તત્વોએ સામૂહિક બળાત્કાર કરી નજીકનાં જ હવનકૂંડમાં જીવતી ફેકી તેની હત્યા કરી હતી. યુપીમાં કાયદો-વ્યવસ્થાની ખોખલી વાતો આ પહેલા પણ સામે આવી ચુકી છે. યુપી સરકારની કાયદો અને વ્યવસ્થાની ધૂળધાણી કરી દેતી ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે.

યુપીમાં બનેલી આ ઘટનાએ એકવાર ફરી યુપીમાં કોનુ રાજ ચાલે છે તેની ઓળખ બતાવી છે. સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલાનાં પતિએ આ ઘટના પર જણાવ્યુ કે, મારી પત્નિને જીવતી સળગાવી તે પહેલા તેણે 100 નંબર પર ડાયલ કરીને પોલીસની મદદ માંગી હતી. પરંતુ પોલીસ તરફથી કોઇ જવાબ ન મળ્યો અને પોલીસ ઘટનાસ્થળ પર પણ ન પહોંચી. જો કે કુટુંબિજનોની ફરિયાદ પર પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.