loader

Breaking News


Home > Gujarat > અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ બનાવાયાં


Foto

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ બનાવાયાં

Aug. 24, 2018, 4:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસ પક્ષ દ્વારા ઠાકોર સમાજના યુવા નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્કેશ ઠાકોરને રાષ્ટ્રીય સચિવ તરીકેની બઢતી આપી મહત્વની જવાબદારી સોપવામાં ગુજરાત કોંગ્રેસમાં ભારે ચર્ચા ચાલી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાના બેનર હેઠળ મજબુત સંગઠન ધરાવતા અલ્પેશ ઠાકોરની આ જવાબદારી સાથે બિહારમાં સહપ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય સચિવ સાથે બિહારમાં સહપ્રભારી તરીકેની બઢતી અને જવાબદારી અપાતાં રાજયના ઠાકોર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, અલ્પેશ ઠાકોરનું ખૂબ જ ટૂંકા સમયમાં રાષ્ટ્રીય રાજકરણમાં કદ વધતાં કોંગ્રેસના એક જૂથમાં આંતરિક નારાજગી અને અસંતોષ પણ છવાયા છે.

કોંગ્રેસના એક જૂથમાં એવી નારાજગી પ્રવર્તી રહી છે, કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અને પક્ષ માટે સમર્પિત લોકો અને આગેવાનોને અવગણી અલ્પેશ ઠાકોર જેવા પક્ષમાં હમણાં જ આવેલા અને હજુ સુધી એવી કોઇ નોંધપાત્ર કામગીરી કે પરિણામ દેખાડી નહી શકનાર લોકોને અચાનક આ પ્રકારે બઢતી કે મહત્વની જવાબદારી સોંપી દેવાય તે કેટલા અંશે વ્યાજબી અને ન્યાયી છે ? જા કે, કોંગી હાઇકમાન્ડે કોઇપણ નારાજગીને ધ્યાનમાં લીધા વિના અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપી હતી. ભાજપ સરકાર સામે દારૂબંધી અને રોજગારીના મુદ્દે આંદોલન કરી પોતાની ઓળખ ઉભી કરનાર અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ગત વિધાનસભા ચુંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા.