loader

Breaking News


Home > Gujarat > અલ્પેશ ઠાકોર ઓબીસી, એસસી અને એસટી માટે કરશે આંદોલન


Foto

અલ્પેશ ઠાકોર ઓબીસી, એસસી અને એસટી માટે કરશે આંદોલન

Sept. 1, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને તમામ મોરચે આંદોલન દ્વારા ઘેરવાની કોંગ્રેસે રણનીતિ ઘડી હોવાનું જાણવા મળ્યુ છે. રાધનપુરનાં ધારાસભ્ય અને સેક્રેટરી અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં ઓબીસી, એસસી અને એસટી માટે આંદોલન કરશે.



બુધવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ સાથે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરનાં સર્કીટ હાઉસ ખાતે દોઢ કલાક મીટિંગ કરી હતી અને આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાર્દીક પટેલે પાટીદાર સમાજને અનામતની માગ અને ખેડૂતોનાં દેવા માફીની માગ સાથે અમર્ણાંત ઉપવાસ પર છે. ત્યારે હાર્દીકને સાથ આપીને કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસસી અને એસટી આંદોલન શરૂ કરીને સરકારને ઘેરવાની નવી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધુ છે. તે ઉપરાંત રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં આંદોલન શરૂ કરીને સરકારને ઘેરવા માગે છે. મગફળીકાંડનાં મુદ્દે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આંદોલન ચલાવી રહ્યાં છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અલગ અલગ પ્રકારે આંદોલનની રણનીતિ અખત્યાર કરીને સરકારને ઘેરવાનાં પ્રયાસો કરી રહી છે.