loader

Breaking News


Home > Gujarat > ભાઈચારો વધારવા અલ્પેશ ઠાકોરે કર્યા ઉપવાસ, કહ્યું ગુજરાતમાં હિંસાને કોઈ સ્થાન નથી


Foto

ભાઈચારો વધારવા અલ્પેશ ઠાકોરે કર્યા ઉપવાસ, કહ્યું ગુજરાતમાં હિંસાને કોઈ સ્થાન નથી

Oct. 12, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં હિન્દીભાષીઓ વિરુદ્ધ ટીકાઓનો સામનો કરી રહેલ ઠાકોર સેનાનાં પ્રમુખ અને રાધનપૂરથી કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકો વચ્ચે શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ સર્જાય તે માટે એક દિવસનાં ઉપવાસ યોજ્યા હતા. તેની શરૂઆત તેઓએ સાબરમતી આશ્રમથી બાપુને પ્રણામ કરીને કરી હતી. ગાંધી આશ્રમમાં પોતાનાં સમર્થકો સાથે પહોંચેલા અલ્પેશ ઠાકોરેકહ્યું હતું કે ગુજરાતમાં હિંસાને કોઈ સ્થાન નથી.

તેઓએ દાવો કર્યો હતો કે પરપ્રાંતીઓ વિરુદ્ધ અમુક લોકોએ કઈંક કહ્યું હશે પરંતુ અસલી ગુનેગારો તે છે જેણે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપ્યો. તેઓએ જણાવ્યું હતું કે નફરત ફેલાવવામાં તેમનો હાથ નથી, હું તે રીતનો માણસ નથી. અમે દિલના સાચા છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણે એક્વા ઠોસ કદમ ઉઠાવવા જોઈએ જેથી ગુજરાતનું નામ ખરાબ ના થાય. કોઈપણ પ્રવાસી નથી, તેઓએ જણાવ્યું હરું કે અમુક લોકો મુદ્દાઓનું રાજનીતિકરણ કરી રહ્યા છે. આ દેશને તોડવાની કોશિશ છે.