loader

Breaking News


Home > Gujarat > અલ્પેશ ઠાકોરે યોગી અને નીતીશ કુમારને લખ્યો પત્ર, નિર્દોષ હોવાનો કર્યો દાવો


Foto

અલ્પેશ ઠાકોરે યોગી અને નીતીશ કુમારને લખ્યો પત્ર, નિર્દોષ હોવાનો કર્યો દાવો

Oct. 10, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઇ રહેલ હુમલાને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા અલ્પેશ ઠાકોરે મંગળવારે બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને એક પત્ર લખ્યો છે. અલ્પેશે પત્રમાં દાવો કર્યો છે કે તે અને તેનું સંગઠન હિંસામાં સામેલ નથી જેને કારણે લોકો ગુજરાત છોડી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે બંને મુખ્યમંત્રીઓને સદભાવના ઉપવાસમાં આવવાનું પણ નિમંત્રણ આપ્યું છે.

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રોમાં એક જ વાત કોમન લખવામાં આવી છે. ગુજરાત છોડનારા મુખ્યત્વે લોકો આ બંને રાજ્યોમાંથી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ ફક્ત બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા પરંતુ અમુક લોકોએ તેને રાજકીય રંગ આપી દીધો છે. તેઓએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો અફવાઓ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે અને ગુજરાત છોડી રહ્યા છે તેમજ આ હુમલાઓ એક ચોક્કસ કાવતરાં હેઠળ કરવામાં આવી રહ્યા છે.