loader

Breaking News


Home > Gujarat > શાળાઓ શિક્ષક વિહોણી હોવા છતાં ભરતીનું કેલેન્ડર જાહેર કરાતું નથી !


Foto

શાળાઓ શિક્ષક વિહોણી હોવા છતાં ભરતીનું કેલેન્ડર જાહેર કરાતું નથી !

June 21, 2018, 3:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં અનેક શાળાઓ શિક્ષકવિહોણી છે. બીજીબાજુ ટેટ પાસ કરેલા ઉમેદવારો નોકરીની રાહ જાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રકરણનું કોઈ નક્કર આયોજન ન હોવાની વિગતો સામે આવી છે. સરકારી સ્કૂલોમાં ૨૧ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, પરંતુ આ શિક્ષકોની ભરતી ક્યારે કરાશે તેનું સરકાર પાસે કોઈ આયોજન નથી.

આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી વિગતોમાં માત્ર શિક્ષકોની કુલ જગ્યાઓ અને ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરાઈ છે, પરંતુ ભરતી કેલેન્ડરની વિગતો છુપાવવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની સરકારી સ્કૂલોમાં મંજૂર મહેકમ અને શિક્ષકોની ભરતી અને ખાલી જગ્યાની વિગતો માગી હતી. જેમાં સરકારી માધ્યમિક શાળામાં મંજૂર થયેલા મહેકમ ૨,૬૯૩ છે. જેની સામે ૨,૦૯૮ જગ્યાઓમાં શિક્ષકો કાર્યરત હોવાથી ૫૯૬ જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે ઉ. મા. શાળાઓમાં ૧,૬૯૩ના મંજૂર મહેક સામે ૧,૪૦૮ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૨૬૫ જગ્યાઓ ખાલી પડી છે.