loader

Breaking News


Home > Bollywood > અલવિદા “ચાંદની” હંમેશા છાઈ રહેગી હર દિલ પર.


Foto

અલવિદા “ચાંદની” હંમેશા છાઈ રહેગી હર દિલ પર.

March 1, 2018, 1:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:અકાળે મોતને ભેટેલી બોલીવુડની ચાંદની અભિનેત્રી શ્રીદેવીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આઓવામાં આવી.પતિ બોની કપૂરે શ્રીદેવીને મુખાગ્ની આપી હતી.દરમિયાન શ્રીદેવીની બંને પુત્રીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.હજારો લોકો આખરી પોતાની ચાંદનીને અંતિમ વિદાય આપવા સાત કી.મી.સુધી ચાલ્યા હતાં.પતિ બોની કપૂર,પુત્રી ખુશી અને જાહ્નવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં સંજય કપૂર,અનિલ કપૂર,અર્જુન કપૂર ગમગીન બની ગયાં હતાં.અર્જુને બધું ભૂલી જઈને આ ગમગીની સ્થિતિમાં પિતા બોની કપૂર તેમજ બંને બહેનોને મોટાભાઈની જેમજ સંભાળી લીધી.

શ્રીદેવીની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમને જે વાહનમાં લઈ જવામાં આવ્યાં હતાં તે ટ્રકને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું જેમાં અનિલ કપૂર,સંજય કપૂર,બોની કપૂર પુત્ર અર્જુન કપૂર પુત્રી જાહ્નવી અને અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.શ્રીદેવીને અંતિમયાત્રા વખતે લાલ-ગોલ્ડ કલરની બનારસી સાડી પહેરાવી માથે ચાંદલો કરીને નવવધુની જેમ તૈયાર કરવામાં આવી હતી.છેલ્લા ચાર દિવસથી શ્રીના આવવાની રાહ જોઈ રહેલા તેનાં હજારો ચાહકો એ આજે અંધેરી લોખંડવાલાનાં સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં તેનાં અંતિમ દર્શન કરી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.જયારે શ્રીદેવીના નશ્વર દેહને લવાયો ત્યારે ચાહકોએ ધક્કામુક્કી કરતાં એક સમયે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.બોલીવુડની તમામ હસ્તીઓ શ્રીદેવીને પુષ્પાંજલિ આવવા સેલિબ્રેશન ક્લબમાં ઉમટી પડી હતી.શાહરૂખ ખાન જેવા અનેક કલાકરો અને અભિનેત્રીઓ પણ ભીડને પગલે કારણે કારને બાજુ પર મૂકીને પગપાળા ચાલવું પડ્યું હતું.

તિરંગામાં લપેટાયેલી શ્રીદેવીને ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી.શ્રીદેવીએ ફક્ત હિન્દી ભાષામાં નહિ પરંતુ તમિલ,તેલુગુ,મલયાલમ,અને કન્ન્ડ, એમ તમામ ભાષામાં કુલ ૩૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય કરીને જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી હતી.આ લોકપ્રિયતાને કારણે જ શ્રીદેવીને પ્રથમ લેડી સુપરસ્ટારનું બિરુદ મળ્યું હતું. શ્રીદેવીની અંતિમ અંજલી આપવા માટે માધુરી દીક્ષિત , દીપીકા પાદુકોણ, મનીષ મલ્હોત્રા, સોહા અલી ખાન, નેહા ધૂપિયા,તનુજા,તબ્બુ, જયા બચ્ચન, શાહરૂખ ખાન ,એશ્વયા રાય, કાજોલ, અજય દેવગણ, હેમામાલિની સહિત તમામ હસ્તીઓએ પોતાની પ્રિય અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજેશ ખન્ના બાદ સૌથી વધુ માનવ મહેરામણ ઉમટ્યો, બે કલાક સુધી લાઈનો લાગી. બોલીવુડનાં પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાનાં જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં ત્યાજ વિલે-પાર્લેની સ્મશાનભૂમિમાં આજે શ્રીદેવીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. રાજેશ ખન્ના અને શ્રીદેવીએ “માસ્તરજી” ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

શ્રીદેવીની અંતિમયાત્રામાં અનોખો યોગાનુયોગ સર્જાયો હતો તેની ફિલ્મ જુદાઈ ફિલ્મ ૨૮ફેબ્રુઆરીએ રીલીઝ થઇ હતી અને શ્રીદેવીની "જુદાઈ" પણ ૨૮ફેબ્રુઆરીએ થઇ.