loader

Breaking News


Home > Gujarat > અમાદાવાદઃ શહેરમાં 10 હજાર રીક્ષા પિક અપ પોઇન્ટ બનાવવાની તૈયારીઓમાં અમ્યુકો


Foto

અમાદાવાદઃ શહેરમાં 10 હજાર રીક્ષા પિક અપ પોઇન્ટ બનાવવાની તૈયારીઓમાં અમ્યુકો

Aug. 11, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રીક્ષાઓનાં આડેધડ પાર્કિંગ પણ જવાબદાર હોઇ હાઇકોર્ટે આ મામલે કરેલા નિર્દેશો બાદ રાજય સરકાર અને અમ્યુકો તંત્ર તેમ જ પોલીસ-ટ્રાફિક તંત્રએ હવે શહેરનાં ઓટો રીક્ષાચાલકોને ઓડિયો-વીડિયો તાલીમ આપવાની દિશામાં ગંભીર કવાયત હાથ ધરી છે.



સાથે સાથે રીક્ષાચાલકો સાથે ચર્ચા વિચારણા કરી તેમને વિશ્વાસમાં લઇને શહેરના વિવિધ વિસ્તારોમાં પિક અપ પોઇન્ટ અને પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પિક અપ પોઇન્ટ અને રીક્ષા સ્ટેન્ડ આઇડેન્ટીફાય કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં માર્ગો પર રીક્ષાચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસે હવે રીક્ષાચાલકોનાં આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રીક્ષા એસોસીએશનનાં અગ્રણીઓ સાથે ભેગાં મળી શહેરનાં દરેક વિસ્તારમાં રીક્ષા પિક અપ પોઇન્ટની જગ્યા નક્કી કરવાની દિશામાં કવાયત આરંભી છે. શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રીક્ષા છે. જો કે, નોંધાયેલી રજિસ્ટર્ડ રીક્ષાનો આંકડો માત્ર ૬૦,૦૦૦ જ મનાઇ રહ્યો છે. રીક્ષાચાલકોનાં ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઇકોર્ટમાં ઊઠ્‌યો હતો જેને લઇ હવે શહેરમાં ૧૦,૦૦૦ જેટલા રીક્ષા પિક અપ પોઇન્ટ બનાવવામાં આવશે.