loader

Breaking News


Home > Gujarat > આમરણ ઉપવાસ કોઈપણ ભોગે થશે જ : હાર્દિક પટેલ


Foto

આમરણ ઉપવાસ કોઈપણ ભોગે થશે જ : હાર્દિક પટેલ

Aug. 19, 2018, 9:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે તા.૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી પરંતુ સરકાર અને પોલીસે તે અંગેની મંજૂરી આપી નહોતી જેના વિરોધમાં હાર્દિક પટેલે એકદિવસના જાહેરાત કરી હતી જેને કારણે સવારે હાર્દિક ધરપકડ કરવામાં આવી હતી.

અમ્યુકો તંત્રના સરકારના ઇશારે દાખવાયેલા અન્યાયી વલણને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ નારાજગી વ્યકત કરી હતી. તો, આજે આ જ મામલે હાર્દિક પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કે તંત્ર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે પરંતુ આમરણાંત ઉપવાસ તો કોઈપણ ભોગે થશે જ.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે અમ્યુકો સત્તાધીશો પાસે નિકોલ સહિતના વિસ્તારમાં વિશાળ ખુલ્લા મેદાનમાં આરણાંત ઉપવાસને લઇ સત્તાવાર મંજૂરી માંગી હતી પરંતુ અમ્યુકો સત્તાવાળાઓએ નિકોલના મેદાનોને પાર્કિંગ પ્લોટ તરીકે જાહેર કરી દીધા હતા. જેના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.