loader

Breaking News


Home > National > અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૧૬૩૨ શ્રદ્ધાળુની ટીમ રવાના


Foto

અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૧૬૩૨ શ્રદ્ધાળુની ટીમ રવાના

July 21, 2018, 5:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે ૧૬૩૨ શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના થઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની આ ટીમ રવાના કરવામાં આવી ત્યારે મજબુત સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ૧૦૧૧ અને ૬૨૧ શ્રદ્ધાળુઓની બે બેચમાં ભગવતી નગર યાત્રી નિવાસથી આ તમામ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા.

પ્રથમ બેચ પહલગામ માટે અને અન્ય ટીમ બલતાલ માટે રવાના કરવામાં આવી હતી. ૨૮મી જુનના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ અમરનાથમાં હજુ સુધી ૨૨૪૩૪૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ આંકડા વધારે ઉપર જાય તેવી શક્યતા છે. ગુરૂવારના દિવસે વધુ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે નિયમિત ગાળામાં રવાના થઇ રહ્યા છે. આ ઉત્સાહ અકબંધ રહી શકે છે.

યાત્રા રક્ષા બંધન સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે જુદા જુદા વાહનોમં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની પરિસ્થિતિ હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજાગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચણો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.