loader

Breaking News


Home > National > કાશ્મીર બંધના કારણે અમરનાથ યાત્રા બે દિવસ રદ કરાઈ


Foto

કાશ્મીર બંધના કારણે અમરનાથ યાત્રા બે દિવસ રદ કરાઈ

Aug. 6, 2018, 4:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. અમરનાથ યાત્રા ઉપર પણ આની માઠી અસર થઈ હતી. અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે આજે રવિવારના દિવસે અમરનાથયાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

કલમ ૩૫-એને સમર્થન આપવાના હેતુસર આ બંધની હાકલ કરવામાં આવી હતી. કલમ ૩૫-એ રાજ્યને ખાસ અધિકાર આપે છે. પોલીસના કહેવા મુજબ આજે ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. ઉધમપુર અને રામબાણમાં ખાસ તપાસ ચોકી ગોઠવવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓનો જથ્થો જમ્મુ- શ્રીનગર રાજમાર્ગ ઉપર આગળ ન વધે. જે બંને જિલ્લામાંથી પસાર થાય છે. ખીણમાં બલતાલ અને પહેલગામ આધાર કેમ્પથી યાત્રીઓ તેમની યાત્રાને આગળ વધારી શકશે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૭૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે.