loader

Breaking News


Home > National > અમરનાથ યાત્રા ખરાબ હવામાનને કારણે રોકવામાં આવી


Foto

અમરનાથ યાત્રા ખરાબ હવામાનને કારણે રોકવામાં આવી

June 30, 2018, 12:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલ વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે જેના બાદ અમરનાથ યાત્રા આજે પૂરી રીતે રોકી દેવામાં આવી છે. ખરાબ હવામાનને જોતા શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પમાં જ રોકવામાં આવ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા સ્થળો પર ભૂસ્ખલનને કારણે કાલીમાતા ટ્રેક નુકશાનગ્રસ્ત થઇ ગયો છે જેને કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવી પડી છે.

૨૮ જુનનાં રોજ યાત્રાના પહેલા દિવસથી જ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સતત ત્રીજા દિવસે પણ અમરનાથ યાત્રાને બ્રેક મારવાની જરૂર પડી છે. રસ્તાઓની હાલત એટલી બધી ખરાબ થઇ ગઈ છે કે બાલટાલ અને પહલગામ બંને માર્ગોથી યાત્રા રોકી દેવામાં આવી છે.