loader

Breaking News


Home > National > એમેઝોનનાં પ્રાઈમ મેમ્બરો માટે 12 કલાક વહેલા થશે આરંભ


Foto

એમેઝોનનાં પ્રાઈમ મેમ્બરો માટે 12 કલાક વહેલા થશે આરંભ

Oct. 6, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંન્ગલુરુ : એમેઝોન ઈન દ્વારા આજે તેની ભવ્ય તહેવારોની ઉજવણી ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ પ્રાઈમ મેમ્બરો માટે ૧૨ કલાક વહેલી શરૂ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલનો આરંભ પ્રાઈમ મેમ્બરો માટે ૯મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થશે અને બધા ગ્રાહકો માટે ૧૦મી ઓક્ટોબર, ૨૦૧૮ની મધરાત્રે ૧૨ વાગ્યે શરૂ થશે, જે પછી ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૮નાં રાત્રે ૧૧.૫૯ કલાકે સમાપ્ત થશે.



પ્રાઈમ મેમ્બરોને બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન્સ, ટીવી, એપ્લાયન્સીસ, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ, હોમ અને કિચન પ્રોડક્ટ્‌સ, ફેશન વગેરે પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સને સૌપ્રથમ પહોંચ મળશે. ૧૨ કલાકની આ પ્રાઈમ વહેલી પહોંચનાં સમયગાળામાં સૌપ્રથમ જ મી ટીવી પ્રો સીરીઝ ૩૨ અને ૪૯ ઈંચ ટીવી ૯મી ઓક્ટોબર, ૨૦૧૮નાં રાત્રે ૯ વાગ્યાથી ફ્‌લેશ સેલ થકી પહેલી વાર વેચાણમાં મુકાશે. વિવો તેનો બહુપ્રતિક્ષિત વિવો વી૯ પ્રો સ્માર્ટફોન સૌપ્રથમ પ્રાઈમ મેમ્બરો માટે ખાસ લોન્ચ કરશે. પ્રાઈમ મેમ્બરો આકર્ષક કિંમતે એમેઝોન ડિવાઈસીસ ખરીદી શકશે. ફાયર ટીવી સ્ટિક સીઝનનાં તેના બેસ્ટ ડિસ્કાઉન્ટમાં મળશે. નવાં લોન્ચ કરાયેલાં ૨જી પેઢીનાં ડિવાઈસીસ પ્રાઈમ એક્સક્લુઝિવ એક્સેસ દરમિયાન પ્રાઈમ મેમ્બરો માટે ખાસ પહેલીવાર ડિસ્કાઉન્ટ પર મળશે. પ્રાઈમ મેમ્બરો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન કેશલેસ અપનાવશે તો આકર્ષક ઓફરનો લાભ મળશે. પ્રાઈમ રિવોર્ડસ વર્ષભર એમેઝોન ઈન પર શોપિંગ પ્રાઈમ મેમ્બરો માટે વધુ પુરસ્કૃત બનાવે છે, જેમાં તેઓ એમેઝોન પે બેલેન્સનો ઉપયોગ કરીને ખરીદી કરે તો રૂ. ૨૪૦૦ સુધીનું કેશ બેક મળી શકશે.