loader

Breaking News


Home > International > અમેરિકા દરવર્ષે ભારતીય વિદ્યાર્થીઓની ફી પેટે કમાય છે કરોડો રૂપિયા


Foto

અમેરિકા દરવર્ષે ભારતીય વિદ્યાર્થીઓની ફી પેટે કમાય છે કરોડો રૂપિયા

Nov. 29, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉચ્ચતર અભ્યાસ માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશ ચાલ્યા જાય છે. હાલમાં જ એક રીપોર્ટમાં અમેરીકાને ભારતીય વિદ્યાર્થીઓનાં લીધે થતા ફાયદાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ અને બીજી કેન્દ્રીય કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જેટલા રૂપિયાનું કુલ બજેટ થાય છે તેના કરતા પણ બે ગણા રૂપિયા દર વર્ષે ભારતીય અમેરિકામાં ભણવા પાછળ વાપરી દે છે.



આ વર્ષે દેશનું ઉચ્ચ શિક્ષાનું બજેટ ૩૫ હજાર કરોડ રૂપિયા છે. અમેરિકા દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓનાં ભણતરની ફી પેટે ૮૦ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. અમરિકાની સરકાર દ્વારા એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ આ વર્ષે ૧,૯૬,૨૭૧ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી બે તૃતીયાંશ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. મોટા ભાગનાં લોકો ન્યુયોર્ક, કેલીફોનીયા અને મૈસાચુએટસ જેવી જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકા વિદેશી વિદ્યાર્થીઓ જોડેથી વધારે ફી લે છે. અમેરિકામાં ઉચ્ચ ભણતરની ફી સાડા ત્રણ લાખ થી ૩૫ લાખ રૂપિયા છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ વિદેશી વિદ્યાર્થી જે અમેરિકા ભણવા આવે છે તેનો ખર્ચ ૫૯.૭૮ અમેરિકી ડોલર છે. આ કિમત ભારતીય ચલણ પ્રમાણે એક વર્ષનાં ૪૨ લાખ રૂપિયા છે. ભારતનાં કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ કે જે અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે તેનું કુલ બજેટ ૮૫,૦૧૦ કરોડ છે.