loader

Breaking News


Home > National > અમેરિકાએ કીમ જોંગને “સર્વોચ્ચ નેતાંનો” દરજ્જો આપ્યો.


Foto

અમેરિકાએ કીમ જોંગને “સર્વોચ્ચ નેતાંનો” દરજ્જો આપ્યો.

May 22, 2018, 1:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:અમેરિકાએ કીમ જોંગને સર્વોચ્ચ નેતાં જાહેર કર્યો.એક સમયે એક બીજાના કટ્ટર દુશમન અને પરમાણુ હુમલાની ધમકી આપતાં. બંને નેતાઓ હાલમાં એક બીજાનાં વખાણ કરતાં થાકતા નથી.જેનું ઉત્તમ ઉદાહરણ વ્હાઈટ હાઉસે એક શિખર સંમેલન પહેંલા એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં ઉત્તર કોરિયાના શાસક કીમ જોંગને "સર્વોચ્ચ નેતાં" તરીકે બિરદાવ્યો છે. ઉત્તર કોરિયાએ જ્યારથી તેનો પરમાણુ પરીક્ષણ બંધ કર્યા ,ત્યારથી બંને દેશો વચ્ચેનાં સંબધો સુધરતાં જાય છે. બંને વચ્ચે ૧૨મી જુને સિંગાપુરમાં તેમની વચ્ચે શિખરમંત્રણા યોજાશે. નોધનીય વાત તો એ છે કે ગયા અઠવાડિએ ઉત્તર કોરિયાએ આ મંત્રણા રદ કરવાની ધમકી આપી હતી. ઉત્તર કોરિયાએ અમેરિકા ઉપર એવો આક્ષેપ લગાવ્યો હતો કે અમેરિકાએ ઉત્તર કોરિયાને પરમાણુ હથીયારો છોડી દેવાની માંગણી કરી હતી જેમાં બંને દેશો વચ્ચે ભારે નારાજગી દેખાઈ હતી. સાથે સાથે ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો યુદ્ધઅભ્યાસ વિષે પણ ભારે નારાજગી દેખાડી હતી.જોકે બીજી તરફ વ્હાઈટ હાઉસે શિખર મંત્રણાની તૈયારીઓ શરુ કરી દીધી છે.