loader

Breaking News


Home > Gujarat > અમિત ચાવડા - પરેશ ધાનાણીને હાઈકમાંડનું તેડું, સંગઠન મુદ્દે થશે ચર્ચા


Foto

અમિત ચાવડા - પરેશ ધાનાણીને હાઈકમાંડનું તેડું, સંગઠન મુદ્દે થશે ચર્ચા

Aug. 8, 2018, 11:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને દિલ્હી હાઈકમાંડનું તેડું આવતા તેઓ આજે ત્યાં પહોંચ્યા છે. દેશમાં આવનારી લોકસભાની ચુંટણીઓનાં સંદર્ભે આ બેઠક યોજવામાં આવી હોય તેમ સૂત્રોર જણાવ્યું હતું. આ ઉપરાંત મળતી માહિતી મુજબ સંગઠનનાં ફેરફાર પર પણ ચર્ચા કરશે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનાં નેતા આજે દિલ્હીની મુલાકાતે છે ત્યારે તેઓ રાહુલ ગાંધી સાથે બેઠક યોજશે. તેઓ અગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચુંટણી તેમજ રાજ્યમાં જીલ્લા અને તાલુકા સ્તરે સંગઠનમાં થનારા ગ=ફેરફાર ઉપર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં માળખાને પણ આખરી ઓપ આપીને જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ પણ રહેલ છે. રાજ્યમાં હાલ કોંગ્રેસ ઘણી મજબુત અને આક્રમક દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં થયેલા મગફળી કાંડમાં પણ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કરીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.