loader

Breaking News


Home > Gujarat > પરપ્રાંતીઓ મામલે અમિત ચાવડાનું નિવેદન, ગુનેગારને કઠોર સજા મળે, નિર્દોષોને નિશાન બનાવવા અયોગ્ય


Foto

પરપ્રાંતીઓ મામલે અમિત ચાવડાનું નિવેદન, ગુનેગારને કઠોર સજા મળે, નિર્દોષોને નિશાન બનાવવા અયોગ્ય

Oct. 8, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પરપ્રાંતીઓ પર થઇ રહેલ હુમલાઓ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હિંમતનગરના ઢુંઢર ગામે એક બાળકી પર બળાત્કારની ઘટના બાદ નિરંકુશ આક્રોશની જે ઘટનાઓ બની રહી છે તે ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતા ની દ્રષ્ટિએ શોભાસ્પદ નથી. બળાત્કાર કરનાર પીશાચી ગુન્હેગાર ને કઠોરમાં કઠોર સજા મળે તે ભાવના નિ:શંકપણે વ્યાજબી છે પણ બળાત્કારી ને ભાષા, જાતિ, ધર્મ કે પ્રાંત ના કાટલે તોળવુ ના તો તર્કસંગત છે ના ન્યાયસંગત.

ભાજપ પર આકરા પ્રહારો કરતાં તેઓએ કહ્યું હતું કે ભાજપ આખીય ઘટના ને રાજકીય સ્વરૂપ આપી વિપક્ષ પર આરોપ મુકી રહી છે પણ તે ભુલી જાય છે કે કઠુઆ અને ઉન્નાવ ની ઘટનાને ધર્મના ચશ્માથી જોવાની તેની હરકતોનું જ આ પ્રતિબીંબ છે. મહારાષ્ટ્રમાં પહેલા ગુજરાતીઓ અને બાદમાં ઉત્તર ભારતીયોને સેકન્ડ સીટીઝન ની જેમ રહેમનજરમાં જોતી શીવસેના સાથે સત્તા સુખ માણતી ભાજપ આજે મગરના આંસુ સારી રહી છે. કોઈપણ ઘટના પાછળ કોંગ્રેસ નો હાથ જોવાની ભાજપની નબળાઈ એ સાબિત કરે છે કે કાયદા વ્યવસ્થા પર તેનો કોઈ અંકુશ રહ્યો જ નથી.

અમિત ચાવડાએ શાંતિની અપીલ કરીને કહ્યું હતું કે ગુન્હેગારને આ પરિસ્થિતિમાં તેના પરથી લોકો અને મીડીયાનું ધ્યાન ભ્રમિત થવાનો લાભ પણ મળી શકે છે માટે માત્ર ગુન્હેગાર ને જલ્દી અને કઠોર સજા મળે તે દીશામા પ્રયત્ન કરીએ.