loader

Breaking News


Home > Gujarat > અમિત ચાવડાએ સૌરાષ્ટ્રનાં પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, સરકાર પર લગાવ્યો મોટો આરોપ


Foto

અમિત ચાવડાએ સૌરાષ્ટ્રનાં પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, સરકાર પર લગાવ્યો મોટો આરોપ

July 20, 2018, 9:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું.,/p>

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તોને મદદ કરવા રેસક્યુ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળી સાબિત થઈ છે. જ્યારે ભાજપ પોતાના કાર્યક્રમો સરકારી ખર્ચે મોટા પાયે ભીડ એકત્ર કરવા માટે સરકારી તંત્રનો દુરપયોગ કરે પણ અતિવૃષ્ટિમાં ભોગ બનેલાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા સાથો સાથ ભોગ બનનાર પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપ સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં કેમ પાછળ રહે છે?