loader

Breaking News


Home > National > રાજસ્થાનમાં સત્તા જાળવી રાખવા અમિત શાહે બનાવી નવી રણનીતિ


Foto

રાજસ્થાનમાં સત્તા જાળવી રાખવા અમિત શાહે બનાવી નવી રણનીતિ

Oct. 2, 2018, 5:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી મંથનમાં લાગી ગયા છે. શાહ પાર્ટીને જીત અપાવવા માટે માઇક્રો મેનેજમેન્ટમાં લાગી ગયા છે. ટિકિટ ફાળવણી પહેલા તેઓએ સમગ્ર પ્રદેશથી ગ્રાઉન્ડ રિપોર્ટ એકત્રિત કરવા માટે ચન્દ્રશેખર, વી સતીશ, અવિનાશ રાય ખન્ના,અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને સતીશ પુણિયા જેવા છ નેતાઓની પસંદગી કરી લીધી છે.

પાર્ટીએ સંઘની જેમ સમગ્ર રાજ્યને કવર કરવા માટે રાજ્સ્થાનને ત્રણ ભાગોમાં વિભાજિત કરીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. જયપુર, જાધપુર અને ચિત્તોડગઢ એમ ત્રણ હિસ્સામાં રાજસ્થાનને વહેંચીને પ્રચાર કરવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય ટીમોમાં બે બે નેતાઓ રહેશે.