loader

Breaking News


Home > National > અમિત શાહ સાથે ભાજપનાં પદાધિકારીઓની બેઠક શરુ, સાંજે કાર્યકારિણી બેઠક યોજાશે


Foto

અમિત શાહ સાથે ભાજપનાં પદાધિકારીઓની બેઠક શરુ, સાંજે કાર્યકારિણી બેઠક યોજાશે

Sept. 8, 2018, 11:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીની આજથી બેદિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક શરુ થઇ રહી છે. ચાર રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા આયોજિત આ બેઠકમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે પરિસ્થિતિ ઉદભવી છે તેનાં પર ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મુદ્દે વિપક્ષને કઈ રીતે જવાબ આપવો તેમજ જો ભ્રમની સ્થિતિ ઉભી કરવામાં આવી છે તેને કઈ રીતે હેન્ડલ કરવામાં આવે. રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પાર્ટી NRC ને લઈને પણ ચર્ચા કરશે.

આ બેઠકમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં દરેક રાજ્યના પ્રમુખો રાજ્યનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ ઉપરાંત બેઠકમાં સરકારની સિદ્ધિઓ, ખાસ કરીને માળખાકીય સુવિધામાં વિકાસ, બે કરોડ ગ્રામિણ આવાસ, ઉજ્જવલા ગેસ કનેક્શન, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ અને આ નાણાંકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં જીડીપીમાં થયેલ વધારા પર ચર્ચા થશે.