loader

Breaking News


Home > National > શિવસેનાથી અમિત શાહ નારાજ, મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી


Foto

શિવસેનાથી અમિત શાહ નારાજ, મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી

July 23, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેના ભાજપથી દૂર રહ્યા બાદ ભાજપે હવે મહારાષ્ટ્રમાં એકલા હાથે જ ચૂંટણી લડી લેવાનો નિર્ણય કર્યો છે તેનો સંકેત આજે અમિત શાહે ભાજપ કાર્યકર્તાઓને આપ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહેવાના શિવસેનાના નિર્ણય બદલ અમિત શાહ નારાજ છે. અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ અગાઉ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. આ બાદ સંભાવના દર્શાવી હતી કે શિવસેના સરકારને સમર્થન આપશે.

અવિશ્વાસ પ્રસ્તાવ બાદ શિવસેનાના વર્તનથી નારાજ અમિત શાહે આજે મુંબઇમાં મહારાષ્ટ્રના નેતાઓને કહ્યું હતું કે જે રીતે પાછલા ઘણા સમયથી શિવસેનાનું વર્તન જે રીતે રહ્યું છે ખાસ કરીને અવિશ્વાસ પ્રસ્તાવમાં ગેર હાજરી તે જોતા હવે આપણે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવી પડશે એટલા માટે આપણે બધી જ 48 લોકસભા બેઠકો પર તૈયાર રહેવું જોઈએ.