loader

Breaking News


Home > National > PDP સાથે ગઠબંધન તૂટ્યા બાદ આજે જમ્મુમાં જનતા સાથે સંવાદ કરશે અમિત શાહ


Foto

PDP સાથે ગઠબંધન તૂટ્યા બાદ આજે જમ્મુમાં જનતા સાથે સંવાદ કરશે અમિત શાહ

June 23, 2018, 10:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં ભાજપ - પીડીપીનું ગઠબંધન સમાપ્ત થયા બાદ અમિત શાહ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરશે. ભાજપે જણાવ્યું હતું કે પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ શ્યામાપ્રસાદ મુખર્જીનાં બલિદાન દીવસનાં પ્રસંગે અમિત શાહ જમ્મુ જઈ રહ્યા છે. અહી બલિદાન દિવસ મનાવવામાં આવશે અને રેલીને સંબોધિત કરશે.

પાર્ટી પ્રવક્તા અનીલ બલુંનીએ જણાવ્યું હતું કે શાહ ડીજીટલ મીડિયા અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને આ ઉપરાંત સંગઠનના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ લગભગ ૧૦:૩૦ વાગ્યે જમ્મુમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે ત્યારબાદ તેઓ બપોરે ૩ વાગ્યે RSS નાં મુખ્યાલયમાં જશે અને સાંજે ૪ વાગ્યે જનસભાને સંબોધિત કરશે.