loader

Breaking News


Home > National > અમિત શાહ આજે જયપુરમાં, ભાજપનાં કાર્યક્રમોમાં લેશે ભાગ


Foto

અમિત શાહ આજે જયપુરમાં, ભાજપનાં કાર્યક્રમોમાં લેશે ભાગ

Sept. 11, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે જયપુરની એકદિવસીય મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ પાર્ટી તરફથી આયોજિત ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જણાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આજે સૌપ્રથમ મોતીડુંગરી ગણેશ મંદિર જશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અરુણ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન અમિત શાહ સુરજ મેદાન અને બિરલા ઓડિટોરિયમમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં કોઓપરેટિવ કોન્ફરન્સ, પાવર સેન્ટર કોન્ફરન્સ અને પ્રભુજાન સંમેલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમિત શાહ જયપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સાથે બેઠક યોજશે અને આગામી ચૂંટણી માટે રાજકીય વાતાવરણ પર ચર્ચા કરશે.