loader

Breaking News


Home > National > બંગાળ બાદ હવે અમિત શાહની નજર પૂર્વોતર પર, ઇમ્ફાલમાં આજે યોજશે બેઠક


Foto

બંગાળ બાદ હવે અમિત શાહની નજર પૂર્વોતર પર, ઇમ્ફાલમાં આજે યોજશે બેઠક

June 30, 2018, 10:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મિશન ૨૦૧૯ માટે પશ્ચિમ બંગાળની યાત્રા બાદ ભાજપ અધ્ય્સ્ખ અમિત શાહ આજે મણીપુરની મુલાકાત લેશે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વોતરનાં બધા સાત રાજ્યોનાં ભાજપનાં નેતાઓ સાથે આવનારી લોકસભાની ચુંટણીને નજરમાં રાખીને બેઠક યોજવામાં આવશે. ભાજપે પશ્ચિમ બંગાળ પછી હવે પૂર્વોત્તર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરુ કર્યું છે. ભાજપ અહી ૨૦ થી વધુ બેઠકો જીતવા માંગે છે.

મણીપુર ભાજપે અમિત શાહનાં સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી છે. અહી પૂર્વોત્તરનાં દરેક CM અને પાર્ટીનાં દરેક નેતા સાથે મુલાકાત કરશે. ૨૦૧૯ ની લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તર સંસદીય સમિતિની બેઠક યોજાશે જેમાં ચુંટણી રણનીતિની ચર્ચા થવાની સંભાવના છે.