loader

Breaking News


Home > National > કાશ્મીર મુદ્દે અમિત શાહની આજે બેઠક, પ્રદેશ અધ્યક્ષે કહ્યું, હવેનો CM અમારો હશે


Foto

કાશ્મીર મુદ્દે અમિત શાહની આજે બેઠક, પ્રદેશ અધ્યક્ષે કહ્યું, હવેનો CM અમારો હશે

June 19, 2018, 1:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીર મુદ્દે એક મોટી બેઠકનું આયોજન કર્યું છે. અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના દરેક મંત્રીઓ અને કેટલાક ટોચનાં નેતાઓને આ બેઠકમાં બોલાવ્યા છે. બેઠક માટે અમિત શાહ પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયા છે અને હવે થોડા સમયમાં બેઠક શરુ થશે.

ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ અમિત શાહ રાજ્યમાં ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા આક્રમક કાર્યવાહી શરુ કરતાં પહેલા જમ્મુ કાશ્મીર મંત્રી મંડળમાં સામેલ પાર્ટીના દરેક મંત્રીઓનો મત લેવા માંગે છે. આ બેઠક પહેલા અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. જો કે સુત્રોનાં જણાવ્યા મુજબ પીડીપી - બીજેપી ગઠબંધન ચાલુ રહેશે. બંને પાર્ટીઓનો એજન્ડા રાજ્યમાં વિકાસને આગળ વધારવાનો છે.