loader

Breaking News


Home > National > અમિત શાહની આજે કોલકાતામાં રેલી, BJP - TMC વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર વોર


Foto

અમિત શાહની આજે કોલકાતામાં રેલી, BJP - TMC વચ્ચે ફાટી નીકળ્યું પોસ્ટર વોર

Aug. 11, 2018, 12:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં રેલી કરવા માટે જઈ રહ્યાં છે. કોલકાતાનાં મેયોરોડ પર અમિત શાહ રેલીને સંબોધન કરશે. જો કે બીજી બાજુ તૃણમુલ કોંગ્રેસે આજે NRC નાં વિરોધમાં રેલી નીકળવાનું એલાન કરી દીધું છે. આ રેલીને નજરમાં રાખીને પશ્ચિમ બંગાળ ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવને પત્ર લખીને અમિત શાહની રેલીમાં આવનારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત વેસ્ટ મિદનાપુરમાં ભાજપ સર્મથકોને અમિત શાહની રેલીમાં લઇ જવા માટે નવા બસાત વિસ્તારમાં ઉભી રહેલ બસ પર અજ્ઞાત હુમલાખોરોએ તોડફોડ કરી હતી. જો કે આ ઘટનામાં કોઈનું મૃત્યુ કે ઘાયલ થવાના સમાચાર નથી. પોલીસે ચંદ્ર્કોના સ્ટેશનમાં આ અંગે કેસ નોંધ્યો હતો. આજની બંને રેલીઓને કારણે કોલકાતામાં પોસ્ટર વોર પણ ફાટી નીકળ્યું છે.