loader

Breaking News


Home > Gujarat > અમીતની આંધી, પરેશની રેસ કાર્યકરો યુવાનોમાં કોંગ્રેસ તરફી વાવાઝોડું ફુંકાવશે


Foto

અમીતની આંધી, પરેશની રેસ કાર્યકરો યુવાનોમાં કોંગ્રેસ તરફી વાવાઝોડું ફુંકાવશે

May 15, 2018, 1:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં પાંચમી વખત ભાજપ સત્તા રૂઢ થઇ ગઇ છે. ત્યારે અત્યારે કોંગ્રેસનું નેતૃવ રાહુલ ગાંધીએ લીધા બાદ પ્રદેશકક્ષાએ પણ ફાયરબ્રાન્ડોથી માંડીને નવયુવાનોને કોંગ્રેસમાં લાવવા તથા જુના જોગીઓ જે નિષ્ક્રીય છે તેમને ઘરે ઘરે મળીને પ્રેમ-પરામર્શ અને સંવાદથી કોંગ્રેસમાં ઉત્સાહભેર અને જબરદસ્ત પ્રાણ ફુંકવા પ્રદેશનાં આ બે નેતાઓ મનોબળ બનાવી લીધું છે.



ગુજરાત પ્રેદશનાં પ્રમુખ અમીત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી દ્વારા કોંગ્રેસમાં તેજીનો તરખાટ અને કોંગ્રેસની જે અગાઉ 56 થી 58 એમએલએ હતા જે આજે 80એ પહોંચતા કોંગ્રેસ થોડા અંસથી સભથી દૂર રહી ગઇ છે. ત્યારે આવનારી લોકસભાની ચુંટણીનાં માંડ હવે મહિનો ગણાઇ રહ્યા છે. ત્યારે ભાજપનાં વિકાસનાં ફુગ્ગાએ આ બે મહારથી ફોડે તો નવાઇ નહી. કોંગ્રેસમાં વર્ષાતી અને પેઢી દર પેઢી કોંગ્રેસમાં રહેલા અને નિષ્ક્રીય થઇ ગયેલા તમામ કાર્યકરોને ડોર-ટુ ડોર ઘરે જઇને ઉભા થઇ જાવ કોંગ્રેસમાં આવે છે ના સુત્રોથી કોંગ્રેસને મજબુત કરવા અમીતની આંધી અને પરેશની રેસ ચાલુ થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ આવી રહી છે ના નારા સાથે તમામ કોંગ્રેસને માનનારા વર્ગનર દ્વારે પણ ઘરે ઘરે જવાનો નિર્ણય કર્યો છે. કાર્યકરો, જનતા જનાર્દન સાથે સંવાદથી જોડાઇને સૌ પ્રથમ અમદાવાદથી અમીતની આંધી અને પરેશની રેસ લાગવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

ભાજપ 22 વર્ષથી એક હથ્થું શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે. ત્યારે બેકારી, બોરજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી લઇને અનેક મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેંરી છે. આંદોલન પણ કર્યું છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ સંગઠનમાં કોંગ્રેસ મજબુત થઇ શકી નથી, ચુંટણી આવે ત્યારે હઇશો હઇશો કરીને કાર્યકરો ભેગા થઇ જાય, બાદમાં ચુંટણી પત્યા બાદ સૌના ઘરે ત્યારે બીજી બાજુ ભાજપ દ્વાર એક નહીં અનેક કાર્યકરો યોજાતા હોય છે. પણ હા ઉલ્લેખનીય છે કે 22 વર્ષનાં શાસનમાં વર્ષોથી ભાજપમાં કાર્યકરો રહ્યા બાદ આજે પણ ચપ્પલો ધસી નાંખ્યા બાદ તેજ પરિસ્થિતિમાં છે. 22 વર્ષનાં શાસનમાં બોર્ડ, નિગમો, કોર્પોરેશન, સંસ્થાઓમાં કોઇ નિમણુંક ન થતાં અને પ્રજાનાં કામો પણ ન થતાં ખાસ્સો મોટો વર્ગ ભાજપનાં જે કાર્યકરો છે તે દિલથી દુઃખી છે અને ભાજપનાં કાર્યક્રમોમાં જે પહેલા ભીડ એકઠી થતી હતી તેની 10 ટકા પ્રજા પણ હવે દેખાતી નથી. આમ કોંગ્રેસ આ તમામ બાબતોને ચકાસી લીધી છે અને ભાજપાની દુખતી નસ પારખી લીધી છે. હવે આવનારા સમયમાં કોંગ્રેસમાં યુવાનોની ટીમ અંડર ખરંટ પાવરફુલ કામ કરી રહી છે. જે લોકસભાની ચુંટણી સુધીમાં માહોલ ટેક્યો જમાવશે.