loader

Breaking News


Home > Bollywood > ટ્‌વીટર પર અમિતાભના ૨.૯ કરોડ ફોલોઅર્સ છે


Foto

ટ્‌વીટર પર અમિતાભના ૨.૯ કરોડ ફોલોઅર્સ છે

Sept. 4, 2017, 2:15 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્‌વીટર પર ફોલોઅર્સની સંખ્યામાં સતત ઝડપથી વધારો થઇ રહ્યો છે. અમિતાભ બચ્ચનના ફોલોઅર્સની સંખ્યા હવે ૨.૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. શોલે, દીવાર, બ્લેક અને પીકુ જેવી હિટ ફિલ્મ આપનાર અમિતાભ બચ્ચન યુવા પેઢીમાં પણ લોકપ્રિય છે.

૭૪ વર્ષીય અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા અકબંધ રહી છે. ટ્‌વીટર પર ફોલોઅર્સના મામલે શાહરૂખ ખાન, આમીર ખાન અને સલમાન ખાન કરતા પણ તે આગળ નિકળી ગયો છે.

કિંગ ખાન તરીકે લોકપ્રિય શાહરૂખના ફોલોઅર્સની સંખ્યા ૨.૭૬ કરોડ, સલમાનના ફોલોઅર્સની સંખ્યા ૨.૫૧ કરોડ, આમીર ખાનના ફોલોઅર્સની સંખ્યા ૨.૧૮ કરોડ, દિપિકાના ફોલોઅર્સની સંખ્યા બે કરોડ અને પ્રિયંકા ચોપડાના ફોલોઅર્સની સંખ્યા ૧.૮૯ કરોડ જેટલી છે.

શનિવારની રાત્રે અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરીને પોતાની ખુશ વ્યક્ત કરી હતી. અમિતાભે કહ્યુ છે કે એક સમય એવો હતો જ્યારે કોઇ એક વ્યÂક્ત તેમના ટ્‌વીટને જાતી હતી. આજે ૨.૯ કરોડ સુધી ફોલોઅર્સ સંખ્યા પહોંચી ગઇ છે. અમિતાભ બચ્ચેન કહ્યુ છે કે તેમની ઇચ્છા ફોલોઅર્સની સંખ્યાને ત્રણ કરોડ સુધી લઇ જવાની રહેલી છે.

અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ૧૦૨ નોટઆઉટ અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં વ્યસ્ત છે. ફિલ્મ ૧૦૨ નોટઆઉટમાં અમિતાભ રિશી કપુરની સાથે નજરે પડનાર છે. જ્યારે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન, કેટરીના કેફ, અને ફાતિમા શેખ નજરે પડનાર છે. આ ફિલ્મ વર્ષ ૧૮૩૯ની નવલકથા કન્ફેશન્સ ઓફ ઠગ્સ પર આધારિત છે. ફિલ્મ વર્ષ ૨૦૧૮માં દિવાળી પર રજૂ કરાશે. આમીર ખાન અમે અમિતાભ બચ્ચન પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે. જે ખુબ મોટી વાત છે.