loader

Breaking News


Home > Gujarat > ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા BRTS કોરીડોરમાં AMTS અને સ્ટેટ ટ્રાંસપોર્ટની બસો દોડાવાશે


Foto

ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા BRTS કોરીડોરમાં AMTS અને સ્ટેટ ટ્રાંસપોર્ટની બસો દોડાવાશે

Feb. 9, 2018, 4:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં હાલ દરેક મોટા શહેરોમાં હાલ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે જેને લીધે હજારો માનવકલાકોનો વ્યય થાય છે. અમદાવાદમાં ટ્રાફિક જામ માટે વગોવાયેલ BRTS પ્રોજેક્ટમાં હવે મ્યુનિસિપલ બસ અનમે રાજ્ય પરિવહનની બસો દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે જેને માટે સર્વે કરવામાં આવશે. ૨ ટકા લોકો માટે અમલમાં મુકાયેલ BRTS અન્ય ૯૮ ટકા લોકો માટે આફત સર્જી છે.

આ અંગે વધુ માહિતી મુજબ કોરીડોરમાં અન્ય બસો દોડાવવા માટે એક સર્વે કરાવવામાં આવશે જેમાં BRTS કોરીડોરની બાજુમાં આવેલા રોડ પર કેટલી AMTS અને ST બસ પસાર થાય છે, ટ્રાફિક જામમાં તેની કેટલી અસર પડે છે, આ બસો કોરીડોરમાં ચલાવવામાં આવે તો તેનાથી BRTS બસોનાં સમયગાળામાં શું અસર પડે છે વગરે સર્વેમાં સમાવવામાં આવશે. વધુમાં આ સંજોગોમાં BRTS બસોની સ્પીડ ના ઘટે તેનું પણ ધન રાખવાની વાત કરવામાં આવી હતી.