loader

Breaking News


Home > Bollywood > અમેરિકન ટીવી શોમાં સેક્સી એમી જેક્સનની થયેલી એન્ટ્રી


Foto

અમેરિકન ટીવી શોમાં સેક્સી એમી જેક્સનની થયેલી એન્ટ્રી

Oct. 3, 2017, 4:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સન હવે અમેરિકી ટીવી શો સુપર ગર્લમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. એમી અમેરિકાના સુપરહિટ શો સુપરગર્લ માટે પસંદગી પામ્યા બાદ હવે ખુબ ખુશ છે. શોની ત્રીજી સીઝનમાં તેની એન્ટ્રી થઇ રહી છે. એમી જેક્સન શોમાં સૈટર્ન ગર્લ તરીકે નજરે પડનાર છે. આ તમામ પ્રકારની માહિતી એમી જેક્સને પોતે આપી છે. પોતાના ચાહકોને માહિતી આપતા એમી જેક્સને કહ્યુ છે કે તે હવે અમેરિકી ટીવી શોમાં એન્ટ્રી કરી રહી છે.

સોશિયલ મિડિયા ટ્‌વીટર મારફતે એમીએ માહિતી આપી છે. એમીએટ્‌વીટ કરીને કહ્યુ છે કે તે પોતાના તમામ ચાહકોને કહેવા માંગે છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હતી. છેલ્લા બે સપ્તાહ સુધી તે ત્યાં રોકાઇ હતી. તેનુ કહેવુ છે કે હવે સુપરગર્લમાં એન્ટ્રી મળી ગઇ છે. સૈટર્ન ગર્લ ઉર્ફે ઇમરા અરદીન એક સ્માર્ટ , દયાળુ અને શક્તિશાળી યુવતિ છે. જે લોકોની તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર રહેછે. તમામ લોકો સારી રીતે જાણે છે કે એમી જેક્સને પોતાની કેરિયરની શરૂઆત ંમોડલિંગ મારફતે કરી હતી. મોડલિંગમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધા બાદ તે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. બોલિવુડમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરીચુકી છે.

હાલમાં ભારતના સૌથી મોટા સ્ટાર પૈકી એક રજનિકાંત સાથે તે ટુ ફિલ્મમાં કામ કરી રહી છે.જે રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર પણ રહેશે. રજનિકાંત સાથે ફિલ્મ મળી ગયા બાદ તે ખુબ ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયર આ ફિલ્મના કારણે ઝડપથી આગળ વધી શકે છે. એમી જેક્સન ભારે આશાવાદી બનેલી છે.