loader

Breaking News


Home > Gujarat > આનંદીબેન પટેલની મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમણુંક


Foto

આનંદીબેન પટેલની મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમણુંક

Jan. 20, 2018, 10:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં ટ્વીટર એકાઉન્ટ પર આ જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલ મધ્યપ્રદેશનાં ૨૭ માં રાજ્યપાલ બનશે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી.

આનંદીબેન પટેલ ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેમણે ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી ત્યારબાદ તેઓ ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં હતાં. જો કે પાટીદાર અનામત આંદોલન અને ઉનાકાંડ બાદ તેઓએ રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભાની ચુંટણી નહી લડવાનું તેમણે અગાઉથી જ જાહેર કરી દીધું હતું. જો કે આ વિધાનસભા ચુંટણીમાં તેઓએ સક્રિય રહીને ભાજપને જીતાડવામાં મહેનત કરી હતી તેમજ તેમનું વધતું કદ જોઇને તેમને રાજ્યપાલ બનાવવામાં આવશે તેવું સુત્રો જણાવી રહ્યાં હતાં.