loader

Breaking News


Home > National > આંધી - તોફાનથી ઉત્તર ભારતમાં ભારે નુકશાન, 68 લોકોનાં મોત


Foto

આંધી - તોફાનથી ઉત્તર ભારતમાં ભારે નુકશાન, 68 લોકોનાં મોત

May 14, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચોમાસામાં આગમન પહેલા કુદરતે તેનો મિજાજ બતાવવાનો શરુ કરી દીધો છે. ઉત્તર ભારતમાં તોફાન - આંધીને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ તેમજ દિલ્હીમાં ગઈકાલે આંધી - તોફાન અને વરસાદને કારણે ભારે માત્રામાં નુકશાન થયું હતું. દેશમાં આંધી - તોફાનને કારણે મોતનો આંકડો વધી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી સમગ્ર દેશમાં ૬૨ લોકોનાં મૃત્યુ થઇ ગયા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ મોતનો આંકડો ૩૮ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગે આવતાં બે - ત્રણ દીવસ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

આવતા ત્રણ - ચાર દિવસોમાં હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગની તરફથી જમ્મુ - કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓરીસ્સામાં ભારે વરસાદ અને તોફાનની આગાહી આપવામાં આવી છે.