loader

Breaking News


Home > Gujarat > અંકિતનું અપહરણ નાટકબાજી કે સેટિંગ ડોટ કોમ ?


Foto

અંકિતનું અપહરણ નાટકબાજી કે સેટિંગ ડોટ કોમ ?

Nov. 6, 2018, 10 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરમાં ગઈકાલે મેયરની ચૂંટણીમાં મોટું રાજકારણ રમાઈ ગયું હોવાની ચર્ચા છે ત્યારે આ નાટકીય ઘટનાક્રમમાં ઘણાં લોકોના પિક્ચર પુરા થઇ જાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું એ અંગે પણ ઘણી ચર્ચાઓ પાટનગરવાસીઓમાં ચાલી રહી છે. લોકમુખે થતી ચર્ચા મુજબ અંકિત બારોટનું અપહરણ એક નાટકબાજી અથવા સેટિંગ ડોટ કોમ હોઈ શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં કોર્પોરેટર અંકિત બારોટની મુલાકાત એક મંત્રી સાથે કરાવવામાં આવી હતી ત્યારબાદ નક્કી થયું હતું કે આગળ શું કરવું. પૂર્વ ધારાસભ્યં અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે પોતાની પત્નીને મેયર બનાવવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું તેમ અંકિતે જણાવ્યું હતું. જો કે મેયરની ચૂંટણી પુરી થતા જ અંકિતને રહસ્યમય રીતે છોડી મુકાતા સમગ્ર ઘટનાક્રમ શંકાના ઘેરામાં આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગર પાલિકામાં મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાવાની હતી. મહાનગરપાલિકામાં ભાજપ પાસે 16 અને કોંગ્રેસ પાસે 15 સભ્યો હતા. જો કે રવિવારે મોડી રાત્રે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને કારણે ભાજપને જીતવામાં સરળતાં રહી હતી.