loader

Breaking News


Home > Health > એંન્ટીબાયોટીક દવાઓ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક


Foto

એંન્ટીબાયોટીક દવાઓ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક

April 6, 2018, 6:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એંન્ટીબાયોટીક દવાઓ તમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વિશ્વમાં ભારત એંન્ટીબાયોટીક દવાઓનાં સૌથી મોટા ગ્રાહક પૈકી એક છે. એક સંશોધન મુજબ એંન્ટીબાયોટીક દવાઓથી વાર્ષિક 7 લાખ લોકોની મૌત થાય છે.



એક સર્વે અનુસાર આ આંકડો 2025 સુધીમાં એક કરોડ સુધી પહોચી જશે. 2015માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 12 દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભારત સહિતનાં ચાર દેશોનાં ઓછામાં ઓછા 75 ટકા ઉત્તરદાતાઓએ છેલ્લા છ મહિનામાં એંન્ટીબાયોટીક્સનો ઉપયોગ કર્યો હતો. બ્રિક્સનાં દેશોમાં એંન્ટીબાયોટીક વપરાશમાં 99 ટકાનો વધારો થવાની સંભાવના છે. જે રીતે દુનિયાભરમાં મેડિકલ સેક્ટર વિકસિત થઇ રહ્યા છે તે જ ગતિએ એંન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ પણ વધતો જઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં એંન્ટીબાયોટીક પ્રતિરોધક વિશે વધતી ચિંતા પર વી હેલ્થ બાઇ એટનાનાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ.પ્રશાંત કુમાર દાસએ જણાવ્યું કે, મોટા ભાગનાં ભારતીઓ માને છે કે એંન્ટીબાયોટીક્સ સામાન્ય રોગો અને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવા રોગોનું નિદાન કરી શકે છે, જે તદ્દન ખોટી ધારણા છે. તમારુ સ્વાસ્થ્ય તમારા જ હાથમાં છે, વધુ પડતી એંન્ટીબાયોટીક દવાનો ઉપયોગ ટાળો અને જીવનને આનંદમય બનાવો.