loader

Breaking News


Home > National > ભાગેડુ મેહુલ ચોક્સીની ધરપકડ કરવા ભારતનો એન્ટીગુવાને અનુરોધ


Foto

ભાગેડુ મેહુલ ચોક્સીની ધરપકડ કરવા ભારતનો એન્ટીગુવાને અનુરોધ

July 31, 2018, 2:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફરાર આરોપી મેહુલ ચોક્સીની અટકાયત કરવા માટે એન્ટીગુવા અને બારગુડામાં સત્તાવાળાઓને ભારત દ્વારાઅપીલ કરવામાં આવી છે. હાલમાં તે કેરેબિયન દ્વીપમાં સંતાયેલો છે તેવી બાતમી મળ્યા બાદ ભારત તરફથી સત્તાવાળાઓને અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર કેરેબિયન દ્વીપ રાષ્ટ્ર સાથે સતત સંપર્કમાં છે. દ્વિપ રાષ્ટ્રમાં તેની અવરજવરને રોકવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયને એન્ટીગુવામાં મેહુલ ચોક્સીની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ જ્યોર્જ ટાઉનમાં હાઇકમિશનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગયા સપ્તાહમાં ભારતમાંથી ફરાર કારોબારી મેહુલ ચોકસીને એન્ટીગુઆ એન્ડ બારબુડાની નાગરિકતા આપવાના હેવાલથી ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો.