loader

Breaking News


Home > Bollywood > સોફ્ટલાઇન લેગ્ગિંગ્સની બ્રાંન્ડ એમ્બેસેડર બની અનુષ્કા શર્મા


Foto

સોફ્ટલાઇન લેગ્ગિંગ્સની બ્રાંન્ડ એમ્બેસેડર બની અનુષ્કા શર્મા

Sept. 24, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : લોકપ્રિય ભારતીય પ્રીમિયમ લેગ્ગિંગ્સ બ્રાન્ડ સોફ્‌ટલાઇન લેગ્ગિંગ્સ પોતાની બ્રાંન્ડ આઇડેન્ટિટીને નવેસરથી પ્રસ્તુત કરવા સજ્જ છે અને આ માટે કંપનીએ બોલીવુડની યુથ આઇકન અનુષ્કા શર્માને બ્રાંન્ડ એમ્બેસેડર બનાવી છે.



ભારતની સૌથી મોટી નીટવેર કંપનીઓમાંની એક રુપા એન્ડ કંપની હાઉસ તરફથી સોફ્‌ટલાઇન લેગ્ગિંગ્સ હંમેશા નવીનતા, વિવિધતા અને સુવિધાની દ્રષ્ટિએ બ્રાન્ડને હંમેશા આગળ વધારે છે. જેની પ્રીમિયમ લેગ્ગિંગ્સની રેન્જ મહિલાઓ માટે વોર્ડરોબ આવશ્યકતા છે, જે ફેશનેબલ હોવાની સાથે સુવિધાજનક છે. એનાં મુખ્ય ગ્રાહકો યુવાન, મનોરંજનપ્રેમી મહિલાઓ છે, જે બ્રાંન્ડને પ્રસ્તુત કરવા ફિટ છે. જેની જીવંતતા અને ઉત્સાહ ઉપભોક્તાની માનસિકતાને અનુરૂપ છે. પોતાનાં નવા મંત્ર ‘એફર્ટલેસ યૂ’ સાથે બ્રાંન્ડનો ઉદ્દેશ યુવાન મહિલાઓ સુધી પહોંચવાનો છે, જે એમની પોતાની ત્વચા અને તેમની શરતે જીવન જીવવા માટે સુવિધાજનક છે, એ પણ વિના પ્રયાસે! સોફ્‌ટલાઇન સુવિધાજનક છતાં સ્ટાઇલિશ વસ્ત્ર માટે મહિલાઓની જરૂરિયાત પૂર્ણ કરે છે, જે તેમનાં દરેક મૂડ માટે ૧૦૦થી વધારે કલર ધરાવે છે.

પોતાની નવી બ્રાંન્ડ આઇડેન્ટિટી વિશે રુપા એન્ડ કંપની લિમિટેડનાં પ્રેસિડન્ટ અને બ્રાંન્ડ ડાયરેક્ટર શ્રી વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, “સોફ્‌ટલાઇન પ્રીમિયમ લેગ્ગિંગ્સ બ્રાન્ડ છે. જેનું નવું ફેબ્રિક અને કલરની વિવિધતા એને ગ્રાહકો માટે ઉપયોગી અને અનુકુળ બનાવે છે, જે કોઈ સ્પર્ધા ધરાવતી નથી. નવી ફિલોસોફી ‘એફર્ટલેસ યૂ’ બ્રાંન્ડ સાથે સુસંગત છે અને અમને અનુષ્કાને બ્રાંન્ડ એમ્બેસેડર બનાવવાની ખુશી છે, જે અમારી ફિલોસોફી સાથે ફિટ છે. અનુષ્કા લક્ષિત જૂથ (ટીજી) સાથે ભાવનાત્મક રીતે જોડાણ ધરાવે છે અને અમારી નવી પોઝિશન સાથે ફિટ છે.”