loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં તમામ મંત્રીઓ કરતાં નીતિન પટેલને ત્યાં અરજદારોની ભારે ભીડ


Foto

ગુજરાતનાં તમામ મંત્રીઓ કરતાં નીતિન પટેલને ત્યાં અરજદારોની ભારે ભીડ

May 29, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લાં ૨૨ વર્ષથી છે ત્યારે ૨૨ વર્ષના શાસનમાં પ્રથમ વખત સતત ભાજપે સત્તાનાં સુત્રો સંભાળ્યા છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૧ તથા ૨ માં બેસતાં તમામ મંત્રીઓમાં અત્યારે ફર્સ્ટ નંબર અરજદારોની ભારે ભીડ નીતિન પટેલનાં ત્યાં જોવાઈ રહી છે.

ગુજરાતનાં તમામ જીલ્લા- તાલુકામાંથી આવતાં અરજદારોની સંખ્યા વધારે નીતિન પટેલને ત્યાં જોવા મળી રહી છે. સેવાભાવી તથા કાર્ય થશે તેવી ઉમ્મીદથી આવતા અરજદારોને કોઈ મંત્રી મળે કે ના મળે પણ મંગળવાર, બુધવારે નીતિન પટેલ અચૂક મળે જ ત્યારે ગુજરાતનાં જેટલા મંત્રીઓ છે તેમાં સૌથી વધારે પ્રજાની ભીડ સ્વર્ણિમ સંકુલ ૧ માં બીજા માળે આવેલ નીતિન પટેલને ત્યાં જોવા મળે છે જેથી નીતિન પટેલને ત્યાં હાઉસફૂલ પબ્લિક જોવાઈ રહી છે.