loader

Breaking News


Home > Gujarat > APMC ને વિવિધ ખેડૂત હિતલક્ષી કામગીરી માટે લાયસન્સની જરૂર રહેશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય


Foto

APMC ને વિવિધ ખેડૂત હિતલક્ષી કામગીરી માટે લાયસન્સની જરૂર રહેશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય

Feb. 27, 2018, 1:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિધાનસભામાં ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા વિધેયક ર૦૧૮ વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યુંહતું. આ અંગે સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, રાજ્યની ખેત ઉત્પન્ન બજાર સમિતિઓને વિવિધ ખેડૂત હિતલક્ષી કામગીરી માટે હવે લાયસન્સ લેવાની જરૂર રહેશે નહીં.

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા વિધેયક રજૂ કરતાં વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેત ઉત્પાદનની ખરીદી અને તેના વેચાણનું નિયમન કરવા માટે અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવા તેમજ બજાર સમિતિઓ ઉપર રાજ્ય સરકારનું યોગ્ય નિયંત્રણ રહે તેને સુનિશ્ચિત કરવા રાજ્યમાં ખેત ઉત્પન્ન માટે બજારોની સ્થાપના માટે ગુજરાત ખેત ઉત્પન બજાર અધિનિયમ ૧૯૬૩ અધિનિયમીત છે. આ સુધારા વિધેયકથી આ સમિતિઓને હવે વિવિધ સત્તાઓ આપી છે.

આ ઉપરાંત સુધારો થવાથી હવે ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ ખેત ઉત્પન્નની ખરીદી અથવા તેના વેચાણનું કામકાજ કરી શકશે. ઉપરાંત વેચાણ માટે આવા ખેત ઉત્પન્નની સફાઇ (કિલીનીંગ), તેના વર્ગીકરણ (ગ્રેડીંગ), પૃથ્થકરણ (સોર્ટીંગ), છાપકરણ (બ્રાન્ડીંગ), તેની પ્રક્રિયા (પ્રોસેસીંગ), તેના મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન), સંગ્રહ (સ્ટોરેજ), શીતગાર (કોલ્ડ સ્ટોરેજ) માટે ગોડાઉનની સુવિધા, ખરીદ વેચાણ (માર્કેટીંગ) તેમજ કરાર આધારિત ખેતી (કોન્ટ્રાકટ ફાર્મિંગ)નું કામકાજ પણ કરી શકે તેવી સત્તાઓ પણ અપાઇ છે. ઉપરાંત રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબના ન્યૂનત્તમ ટેકાના ભાવના દરે ખેડૂતોના ખેત ઉત્પાદનની ખરીદીનું કામકાજ કરી શકશે. આ માટે બજાર સમિતિને કોઇપણ લાયસન્સ લેવાની જરૂર રહેશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.