loader

Breaking News


Home > Gujarat > અપના હાથ જગન્નાથ, જગતનાં તાતે બંધારો બાધીને સરકારને મારી લપડાક


Foto

અપના હાથ જગન્નાથ, જગતનાં તાતે બંધારો બાધીને સરકારને મારી લપડાક

April 7, 2018, 5:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : સરકાર જયારે કામ નાં કરે ત્યારે જનતાએ જાતે કામ કરીને સરકારને શીખવવું પડે છે કે આ રીતે કામ થાય છે. પ્રજાના કામ માટે ચૂંટેલી સરકાર કામ નાં કરે ત્યારે સ્વાભાવિકપણે લોકરોષ ફાટી નીકળતો હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે.



ભાવનગરમાં મેથાણમાં દરિયાનું પાણી અવારનવાર ખેતરમાં ઘુસી જતું હોવાને કારણે ભારે નુકશાની થાય છે. આ અંગે સરકારમાં ઘણા સમયથી રજૂઆત કરવામાં આવતી હતી જો કે સરકારે આ મુદ્દે કોઈ કાર્યવાહી નાં કરતાં કંટાળીએ ખેડૂતોએ જાતે જ બંધારો બનાવવાનું શરુ કરી દીધું હતું. ગ્રામવાસીઓ જાતે જ બધા ઓજાર સામાન લઈને દરિયાના પાણીને ખેતરોમાં આવતું રોકવા માટે ચેકડેમ બનાવવા લાગી ગયા હતા.

તળાજા અને મહુવા વચ્ચે આવેલ બગડ નદી આવેલ છે, નદી ઉપર દરિયાઇ ખારા પાણીને અટકાવવા મેથળા બંધારાની યોજના સરકારે વર્ષ 1985માં જાહેર કરી હતી પણ હજુ સુધી કામ થયું નહોતું. એક બાજુ ખેડૂત જગતનો તાત કહેવાય છે ત્યારે આ ખેડૂતોએ જ અપના હાથ જગન્નાથ કહીને જાતે જ કામ શરૂ કરીને સરકારનાં બધા દાવાઓની પોલ ખોલી નાખી છે.