loader

Breaking News


Home > National > આસારામની સજાને ઓછી કરવા માંગણી સાથે અરજી કરાઈ


Foto

આસારામની સજાને ઓછી કરવા માંગણી સાથે અરજી કરાઈ

Sept. 12, 2018, 3:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજસ્થાનના જાધપુરની જેલમાં સજા કાપી રહેલા બળાત્કારના અપરાધી આસારામે પોતાની સજા ઓછી કરવા માટે રાજ્યપાલ કલ્યાણસિંહની પાસે દયાની અરજી મોકલી છે. સગીરા સાથે બળાત્કારના મામલામાં આસારામ દોષિત છે અને હાલ સજા હેઠળ જેલમાં છે. ૨૫મી એપ્રિલના દિવસે જાધપુરની અદાલતે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

આસારામે પાંચ વર્ષ પહેલા પોતાના આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજાને પડકાર ફેંકીને આસારામે બીજી જુલાઈના દિવસે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ હાલમાં આ અરજી ઉપર સુનાવણી થઇ શકી નથી. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને તાજેતરમાં જ આસારામની દયાની અરજી મળી છે જેને ગૃહમંત્રાલયની પાસે મોકલી દેવામાં આવી છે. વિસ્તૃત રિપોર્ટની માંગ કરવામાં આવી છે. પોતાની દયાની અરજીમાં આસારામે આજીવન કારાવાસની સજાને કઠોર દંડ તરીકે ગણાવીને આને ઓછી કરવાની માંગ કરી છે. પોતાની વયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જાધપુર સેન્ટ્રલ જેલ વિભાગના અધિકારીઓએ આ અરજીને આગળ વધારી છે.