loader

Breaking News


Home > Gujarat > બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર બાબતે પાસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને આપેલ આવેદનપત્ર


Foto

બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર બાબતે પાસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને આપેલ આવેદનપત્ર

June 2, 2018, 1:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પ્રમાણપત્ર ઇશ્યુ કરવાની વાત કરવામા આવી છે. પાસનાં નેતાઓનાં કહેવા અનુસાર, ભૂતકાળમાં EBC પ્રમાણપત્ર સરકાર દ્વારા મંગાવવામાં આવ્યા હતા અને જેમા ચાર લાખ વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો સાથે તેમનો અમુલ્ય સમય પણ બગડ્યો હતો. જેને સરકાર રિફંડ આપે તેવી માંગણી પાસનાં નેતાઓ કરી છે.



સરકાર પર આકરા પ્રહારો કરતા પાસનાં નેતા કહે છે કે, સરકાર બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓને ગુમરાહ કરી સમય અને રૂપિયાનો બગાડ કરી રહી છે. આ પ્રમાણપત્રો લેવા માટે વિદ્યાર્થીઓને ગાંમડેથી શહેરમાં આવવુ પડે છે અને તેમને તાલુકા મથકમાં ધક્કા ખાવા પડે છે, જેને લઇને તેમનો સમય અને રૂપિયા બંન્નેનો બગાડ થાય છે. જો સરકાર ગામડાનાં વિદ્યાર્થીઓને ગામમાંથી જ સરપંચ અને તલાટી દ્વારા પ્રમાણપત્ર અપાવે તો વિદ્યાર્થીઓને આંશિક રાહત મળી રહે. માંગણીનો સંતોષકારક રીતે નિર્ણય લેવા પાસ નેતા અતુલ પટેલ અને નરેન્દ્ર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.