loader

Breaking News


Home > Gujarat > ગુજરાત વાલી મહાસભા દ્વારા ફી નિર્ધારણ કાયદો નાબુદ કરવાં રાજ્યપાલને આવેદનપત્ર અપાયું


Foto

ગુજરાત વાલી મહાસભા દ્વારા ફી નિર્ધારણ કાયદો નાબુદ કરવાં રાજ્યપાલને આવેદનપત્ર અપાયું

Feb. 26, 2018, 5:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં વધતી જતી શિક્ષણ ફીને લઈને ગુજરાત વાલી મહાસભાએ આજે રાજ્યપાલ ઓ.પી કોહલીને આવેદન પત્ર આપ્યું હતું. તેઓએ રાજ્યપાલને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જનપ્રતિનિધિઓ રાજકીય પક્ષની શાસક પક્ષની સરકાર દ્વારા વૈધાનિક સત્તાઓનો દુરઉપયોગ કરીને બહુમતી સભ્યોના જોરે બંધારણની મૂળભૂત અધિકારોની જોગવાઈઓનો ભંગ કરતો શુલ્ક વસુલી માટે ફી નિર્ધારણનો રાજ્યમાં કાયદો લાવેલ છે જે કલમ ૧૪,૪૪,૪૫ નો ભંગ કરે છે અને પ્રજાજનો પર દમનકારી કાયદો છે.

વધુમાં વાલી મહાસભાએ બંધારણીય અધિકારોની માંગ પણ કરી હતી. જેમાં બંધારણની કલમ ૧૪ અને ૪૫ થઈ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવામાં આવે અને ઉચ્ચ શિક્ષણની વ્યાજબી જોગવાઈઓ કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યમાં વસુલાતા કરવેરા અને વસ્તીને અનુલક્ષીને નવી સરકારી શાળાઓનું નિર્માણ કરવામાં આવે.

વધુમાં મહાસભાએ વિધાનસભા વિખેરી નાંખવાની માંગ કરતા જણાવ્યું હતું કે બંધારણની કલમ ૧૪,૪૪,૪૫ થી રાજ્યમાં સમાનતાથી શિક્ષણ વ્યવસ્થા કરવાની ફરજ અને જવાબદારી રાજ્ય સરકારની છે તેથી ચાલુ સત્રમાં બંધારણનો ભંગ કરતો કાયદો નાબુદ નહિ આવે તો ગેરબંધારણીય સરકાર અને ભારતના સંવિધાનનો દ્રોહ કરનાર વિધાનસભા તરીકે વિધાનસભા બરખાસ્ત કરવાનો જાહેર હિતમાં અને બંધારણનાં રક્ષણ માટે આદેશ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.