loader

Breaking News


Home > Gujarat > 65 લાખની વસ્તી સામે 48 કોન્સ્ટેબલને ચોરી રોકવાની જવાબદારી સાથે ડેપ્યુટેશન પર ક્રાઇમ બ્રાંન્ચમાં નિમણુક


Foto

65 લાખની વસ્તી સામે 48 કોન્સ્ટેબલને ચોરી રોકવાની જવાબદારી સાથે ડેપ્યુટેશન પર ક્રાઇમ બ્રાંન્ચમાં નિમણુક

Jan. 19, 2018, 5:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરોનાં વધી રહેલા કિસ્સાને ધ્યાને લઇને ક્રાઇમ બ્રાંન્ચનાં સિનિયર ડીવાય.એસ.પી.એન.રાજપુતે તેમની દસ વર્ષ પહેલાની સ્કિમ પોલીસ કમિશનરને જણાવી અને આગળ તેને પ્રાયોગિક ધોરણે અમલ કરવાનું નક્કી થયુ છે.



ક્રાઇમ બ્રાંન્ચે આ માટે શહેરનાં 48 કોન્સ્ટેબલને સિલેક્ટ કરી તેમને ડેપ્યુટેશન પર બોલાવ્યા છે. આ કોન્સ્ટેબલો પાસે એક નિશ્ચિત પ્લાન સાથે નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાવ્યુ. જેમાં પરિણામ એ આવ્યુ કે સોલા અને વસ્ત્રાપુરમાં રાત્રી દરમિયાન એક પણ ચોરીનો બનાવ બન્યો નથી. 65 લાખની વસ્તી સામે 48 કોન્સ્ટેબલો ચોરી રોકવામાં સફળ થશે તે આ પ્લાન સાથે સંભવ બને તેવુ દેખાઇ રહ્યુ છે. અત્યારે આ નાઇટ પેટ્રોલિંગ અમુક સ્થળ પર કરવામાં આવે છે, જે સમય જતા પૂર્વ અમદાવાદમાં પણ લાગુ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંન્ચ દ્વારા તૈયાર કરાયેલી સ્કિમ મુજબ પેટ્રોલિંગ થતા તેની સકારાત્મક અસરો દેખાવા લાગી છે. તસ્કરોનો મોટાભાગે ચોરીનો સમય રાત્રીનાં 2 થી 5 નો હોય છે. કોન્સ્ટેબલો આ સમય દરમિયાન કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ નજરે ચઠે ત્યારે તેને અટકાવી તપાસ કરે છે. આ પહેલા પણ વર્ષ 2005માં નારણપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓનો આતંક હતો, ત્યારે શહેરનાં પોલીસ કમિશનર કે.આર.કૌશીકે તત્કાલીન પી.આઇ સી.એન રાજપુતને નારણપુરા ટ્રાન્સફર કરી ચોરીઓ રોકવાનો પ્લાન ઘડવા કહ્યુ હતુ. તે સમયે આ પ્લાન ઘણો સફળ રહ્યો હતો. આજે તે જ પ્લાન સાથે પોલીસને સફળતા મળી રહી છે.