loader

Breaking News


Home > Gujarat > અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માંગ સાથે ગાંધીનગર પાસ ટિમ દ્વારા આવેદનપત્ર અપાયું


Foto

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માંગ સાથે ગાંધીનગર પાસ ટિમ દ્વારા આવેદનપત્ર અપાયું

Oct. 1, 2018, 2:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ સહીત ત્રણ માંગો સાથે આજે ગાંધીનગર પાસ દ્વારા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવું હતું. પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમે ગાંધીચિંધ્યા અને લોકશાહી માર્ગે અનામત આંદોલન ચલાવી રહયા છીએ પરંતુ વર્તમાન સરકારે અમારી ન્યાયિક અનામત સહિતની કોઈ માંગણી પર સંતોષકારક ન્યાય આપ્યો નથી. આ ઉપરાંત તેઓએ આક્ષેપ લગાવ્યો હતો કે પાટીદાર સમાજના અસંખ્ય આંદોલનકારીઓ પર રાજદ્રોહથી લઇ ગંભીર કલમો તેમજ અનેક ખોટા કેસોમાં ફસાવી દેવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.

આજે ગાંધીનગર જિલ્લા પાસ ટિમ દ્વારા આ માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કથિરિયાને જે;મુક્ત કરવા તેમજ હાર્દિક પટેલના ઉપવાસ દરમિયાન અને તે પહેલાં જે તે જિલ્લાઓમાં થયેલ પાટીદારો પરના કેસો પાછા ખેંચવા, પાટીદાર સમાજ સતત ત્રણ વર્ષથી અનામતની માંગ કરી રહ્યો છે તેને ન્યાય આપવો તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી છે.