loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં એઈમ્સની મંજુરી હજુ અદ્ધરતાલ, અન્ય રાજ્યોમાં અપાઈ


Foto

ગુજરાતમાં એઈમ્સની મંજુરી હજુ અદ્ધરતાલ, અન્ય રાજ્યોમાં અપાઈ

Feb. 16, 2018, 3:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એઈમ્સ મુદ્દે ઘણાં સમયથી ગાજર બતાવવામાં આવી રહ્યું છે. સુરત અને રાજકોટ એમ બે શહેરો વચ્ચે અટવાતી એઈમ્સ છેવટે રાજકોટના ફાળે આવી છે પણ તે રાજકોટમાં ક્યાં, ક્યારે અને કેટલા સમયમાં બનશે તે અંગે હાલ કોઈ કશું જણાવવા તૈયાર નથી. વધુમાં ગુજરાતની એઈમ્સને હજુ કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં પણ નથી આવી.

રાજ્યમાં ઘણાં સમયથી એઈમ્સની રાહ જોવાય છે પણ કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરતી હોય તેમ અન્ય રાજ્યોને કેબીનેટ દ્વારા એઈમ્સની મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ ગુજરાતને આપવામાં આવી નથી જેને કારણે રોષ ફેલાયો છે. કોંગ્રેસ સરકાર સમયે કેન્દ્રનો ગુજરાતને અન્યાય જેવી વાતો કરતાં નરેદ્ર મોદી ખુદ આજે વડાપ્રધાન છે છતાં એક એઈમ્સ માટે ગુજરાતને આટલી રાહ જોવી પડે તે શરમની વાત છે.

વધુમાં રાજકોટમાં એઈમ્સ ક્યાં બંધાશે તેની વિગતો પણ તંત્ર પાસે નથી. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કેબીનેટમાં ગુજરાતને એઈમ્સની મંજુરી મળી જાય ત્યારબાદ પણ પાંચથી છ વર્ષ બાદ એઈમ્સ તૈયાર થઇ શકે છે જેનો સીધો મતલબ એ થયો કે ગુજરાતે એઈમ્સ માટે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડશે.