loader

Breaking News


Home > Health > શું તમે 6 કલાકથી ઓછી ઉંઘ લઇ રહ્યા છો? તો થઇ જાઓ સાવધાન


Foto

શું તમે 6 કલાકથી ઓછી ઉંઘ લઇ રહ્યા છો? તો થઇ જાઓ સાવધાન

March 5, 2018, 8:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે કામનાં બોજનાં કારણે લોકોને ઉંઘ ઓછી મળી રહી છે. ઓછી ઉંઘ તમારા આરોગ્યને સીધી અસર કરે છે. એક અભ્યાસ મુજબ જે લોકો રાત્રે મોડેથી ઉંઘી જાય છે અને વહેલી સવારે ઉઠી જાય છે તે લોકોની આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. તબીબોને આ વિષય પર કહે છે કે, જે લોકો પુરતી ઉંઘ નથી લેતા તેમને ઘણી બિમારીઓ થવાની સંભાવનાઓ છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીઓનો સમાવેશ થાય છે.




લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, રાત્રે 6 કલાકથી ઓછી ઉંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો 48 ટકા સુધી વધી જાય છે. કાર્ડિયોલોજિસ્ટ એ.બી.મહેતા કહે છે કે, હાર્ટ એટેક સાથે હોસ્પિટલનાં ઇમરજન્સી રૂમમાં પહોચી ગયેલા 60 ટકાથી વધારે દર્દીને તેઓને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભગનાં કેસોમાં વધારે પડતી કસરત અને ઓછી ઉંઘ જવાબદાર હોય છે. આજે દુનિયાનાં મોટા ભાગનાં દેશો માને છે કે રાત્રે 6 કલાકથી ઓછી ઉંઘ તમારા સેહત માટે ખુબ જ હાનિકારક છે.